બોરસદ પાલિકાના કર્મચારીઓની છેલ્લા 26 દિવસ ઉપરાંતથી ચાલતી હડતાલનો અંત નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખે સંભાળતાની સાથે જ એક કલાકમાં કર્મચારીઓ સાથે બેઠક કરીને તુરંત જ પ્રશ્નનો ઉકેલ લાવતા આંદોલન સમેટાયુ છે. હડતાલને પગલે શહેરમાં સફાઇની વ્યવસ્થા ખોરવાઇ હતી. ઠેર ઠેર કચરાના ઢગ ખડકાતા શહેરની સ્થિતિ નર્કાગાર જેવી બની હતી. કર્મચારીઓએ તેઓની માંગણીઓ મુદ્દે વારંવાર રજુઆત કરવા છતા ઉકેલ આવતો ન હતો. પરંતુ પ્રમુખ પૂર્વીબેન પટેલે કર્મચારીઓની રજુઆતની અવગણના કરી હતી. દિવાળી સમયે જ આંદોલનના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગ ખડકાયા હતા. આ મુદ્દે શાસક પક્ષના નેતાઓએ કર્મીઓનો પ્રશ્ન ઉકેલવા રસ ન દાખવતા ભારે આૃર્ય સર્જાયુ હતું. ત્યારે 23 મી નવેમ્બરના રોજ નગરપાલિકાના પ્રમુખ પુર્વીબેન પટેલ રજા ઉપર ઉતરતા તેઓનો ચાર્જ ઉપપ્રમુખ સુરેશ પરમારને સોંપવામાં આવતા તુરંત જ તેઓએ ચાર્જ લેતાની સાથે જ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો