આણંદ જિલ્લામા જુન માસમાં પ્રારંભિક વરસાદની સ્થિતિ વચ્ચે ખેડૂતોએ ડાંગરના ધરૂવાડિયા, ડાંગર, જુદા-જુદા શાકભાજી પાકોનુ વાવેતર હાથ ધર્યુ હતું. સમગ્ર સિઝન દરમ્યાન વરસાદની અનુકુળ સ્થિતિને લઇને વાવેતરમાં વેગ વર્તાયો હતો. જેમાં ઓક્ટોબર માસ સુધીમાં જિલ્લામાં 1,61,224 હેક્ટર વિસ્તારમા ખરીફ પાકોની વાવણી કરવામા આવી છે. જેમાં ખંભાત તાલુકામા સૌથી વધુ 37879 હેક્ટરમાં જયારે આંકલાવ તાલુકામાં માત્ર 10210 હેકટરમા મર્યાદિત વાવણી કરવામા આવી છે. જો કે ચાલુવર્ષે ડાંગર પાકમાં પાણીની તાતી જરૂરિયાત હોવાના કારણે ડાંગરના પાકમાં નુકશાન થવાની ભીતી વ્યક્ત કરાઇ છે. જેમાં સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસુ વાવેતર માટે મહિકેનાલોમા સમયાંતરે પાણી છોડવામા આવતા કેટલાક ખેડૂતોએ નહેરોના પાણીથી વાવેતર હાથ ધર્યુ હચુ. તદુપરાંત ગત બે માસમાં થયેલા અનરાધર વરસાદને લઇને કેટલાક ખેતીપાકો માટે ફાયદો જયારે અમુક કૃષિપાકો માટે નુકશાનની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના આઠેય તાલુકાઓમાં ઓકટોબર માસ સુધીમાં ડાંગર, શાકભાજી સહિતના પાકોનુ મળીને 1,61,224 હેક્ટરમા વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ 121463 હેક્ટર જમીન વિસ્તારમાં ડાંગર, 3706 હેક્ટરમાં બાજરી, 27 હેક્ટરમા મકાઇ, 15 હેક્ટર જમીન વિસ્તારમાં તુવર, 05 હેક્ટરમાં મગફળી, 07 હેક્ટરમા તલ, 469 હેક્ટરમાં કપાસ, 15423 હેક્ટરમાં શાકભાજી, 14109 હેક્ટર જમીન વિસ્તારમાં ઘાસચારો, 03 હેક્ટરમા મગ, 01 હેકટરમાં અડદ, 406 હેકટરમા દિવેલા, 05 હેક્ટરમાં સોયાબીન, 5560 હેક્ટરમા તમાકુનું વાવેતર કરવામા આવ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો