સરદાર પટેલ એજ્યુકેશન ટ્રષ્ટ સંચાલિત એન.અસ.પટેલ આર્ટસ ઓટોનોમસ કોલેજમાં તાજેતરમાં આણંદ જિલ્લા સહકારી સંઘ દ્વારા પાંચ દિવસિય સહકારી શિક્ષણ અને તાલીમ વર્ગો કોલેજના આચાર્ય અને અર્થશાસ્ત્ર વિષય અધ્યક્ષના વડપણ હેઠળ યોજાયો હતા. તાલીમવર્ગમાં અર્થશાસ્ત્ર વિષયના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને જુજા જુદા તજજ્ઞો દ્વારા સહકારી પ્રવૃત્તિઓ, સહકારના સિદ્ધાંતો, નિયમો અને કાર્યપદ્ધતિ, સહકારની સમજ વિકસાવવી, લોકોમાં સહકારના સિદ્ધાંતો એને મૂલ્યો અંગે જાગૃતિ લાવવી, લોકોની કામ કરવાની ક્ષમતા વધારવી સહિતના વિષયો પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તાલીમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને અમૂલ ડેરી, અમૂલ ચોકલેટ પ્લાન્ટ-મોગરની મુલાકાત કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપકોએ કર્યુ હતું.
