વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં રવિવારે સમગ્ર જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશનો મુખ્ય હેતુ લાયકાત ધરાવતા તમામ નાગરિકોના નામ મતદારયાદીમાં ઉમેરવા તેમજ સુધારા વધારા કરવાની કામગીરી માટે ઝુંબેશ હાથધરવામાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર બુથલેવલ ઓફિસરો રૂબરૂમાં હાજર રહ્યા હતા. અને નવા મતદાર તરીકે નોંધણી કરવા માટે ફોર્મ નંબર 6 સહિતના જરૂરી હક્કદાવાઓ અને વાંધા અરજીઓ સ્વિકારવામાં આવી હતી. દરમિયાન જિલ્લાના વિવિધ મતદાન મથકો ઉપર ચાલી રહેલી કામગીરીની પ્રત્યક્ષ સમિક્ષા કરવામાં આવી હતી. જેના ભાગરૂપ્ આણંદ સ્થિત એમ.બી.પટેલ સાયન્સ કોલેજ અને અંબાલાલ બાલશાળા ખાતેના મતદાન મથકોની જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂટણી અધિકારી પ્રવિણ ચૌધરી દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
