વલસાડના કકવાડી વિસ્તારમાં રહેતા જયંતીભાઈ ટંડેલ, જેઓ ઈરાનના ચરક શહેરમાં એક વર્ષથી કામ અર્થે ગયા હતા તે હાલની ઇરાનમાં ફસાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તેમના પરિવારજનો તેમના સંપર્કની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તેઓનો સંપર્ક થઇ શકતો નથી.

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ભીષણ યુદ્ધ


ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે છેલ્લા 2 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ પણ આ યુદ્ધમાં ઇઝરાયેલને મદદ કરી છે પરિણામે ગલ્ફના દેશોંમાં પણ ઇરાન અમેરિકાની સંપત્તિઓ પર હુમલા કરી રહ્યું છે.


ત્રણ દિવસ પહેલા પિતા સાથે વાત થઈ હતી


વલસાડના કકવાડી વિસ્તારના જયંતીભાઇ ટંડેલ ઇરાનના ચરક શહેરમાં છેલ્લા 1 વર્ષથી કામ કરી રહ્યા છે. જયંતીભાઈના પુત્રે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા પિતા સાથે વાત થઈ હતી અને તેઓએ યુદ્ધની સ્થિતિ અંગે જણાવતા કહ્યું હતું કે ત્યાં સ્થિતિ ઉગ્ર બની રહી છે.

 3 દિવસથી તેમનો સંપર્ક થતો નથી


પરિવારે જણાવ્યું કે અમે સતત 3 દિવસથી તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઇ જવાબ નથી મળી રહ્યો.

જયંતીભાઇનો પરિવાર ચિંતાતુર


હાલની પરિસ્થીતીને જોતાં જયંતીભાઇનો પરિવાર ચિંતાતુર બની ગયો છે. જેમ બને તેમ જલ્દી તેમનો સંપર્ક થાય તે માટે તેમણે પ્રયાસ શરુ કર્યો છે. 

  • Follow us on: