ઉમરગામ તાલુકાના ઉમરગામ અને ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં શનિવારે પોલીસ દ્વારા ઓચિંતું 'ડે-કોમ્બિંગ' હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક યોજાયેલી આ પોલીસ કાર્યવાહીને પગલે અસામાજિક તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉમરગામ પોલીસ મથક હેઠળના ગાંધીવાડી અને સોળસુંબા વિસ્તારમાં યોજાયેલા કોમ્બિંગ દરમિયાન સીસીટીવી કેમેરા, ભાડુઆત ચકાસણી, પ્રોહિબિશન તેમજ એમ.વી. એક્ટ (મોટર વ્હીકલ એક્ટ) સહિતની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન કુલ 32 ફરિયાદો નોંધાઈ હતી. આ કોમ્બિંગ કામગીરીમાં ઉમરગામ, મરીન અને સરીગામ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ જવાનો જોડાયા હતા. જેમાં 2 પી.આઈ., 2 પી.એસ.આઈ., 31 પોલીસ કર્મચારીઓ તથા 14 જી.આર.ડી. જવાનો જોડાયા હતા. બીજી તરફ્, ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં પણ પોલીસ ટીમે કડક કોમ્બિંગ હાથ ધરી સીસીટીવી ચકાસણી, ભાડા કરારની તપાસ, પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી હતી, જેમાં 14 ફરિયાદો નોંધવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો