વલસાડના તિથલ રોડ સામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ૧૬ એકર વિસ્તારમાં ગેસ્ટ હાઉસ આવેલું છે. ગેસ્ટ હાઉસના મકાન સિવાયના વિસ્તારમાં ઝાડી-ઝાંખરા અને ઘાસ ઊગી નીકળ્યાં છે. શનિવારે સાંજે આશરે ૭ વાગ્યે ગેસ્ટ હાઉસ પાસે આવેલા ઝાડી-ઝાંખરા અને ઘાસના જથ્થામાં અચાનક આગ લાગી હતી. ગેસ્ટ હાઉસ પાસે અચાનક આગ લાગતા, સ્થાનિક રહીશોમાં દોડધામ મચી હતી.
ઘટના બાબતની જાણ વલસાડ પાલિકાની ફાયરબ્રિગેડની ટીમને બેંકના મેનેજર જિતેન્દ્રભાઈએ કરી હતી. સ્થળ પર પહોંચેલી વલસાડ પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.










