વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરફેર સામે કડક કાર્યવાહી કરતાં, વાપી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાકાબંધી દરમિયાન દમણથી ગેરકાયદેસર રીતે દારૂ ભરીને જઈ રહેલી એક ટ્રકને અટકાવીને કુલ ₹૧૩.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દારૂની ગેરકાયદેસર હેરફેર
વલસાડ LCBને મળેલી બાતમીના આધારે, વાપી નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન વાપીથી સુરત તરફ જતી GJ-૨૦-V-૭૭૮૫ નંબરની ટ્રકને રોકીને તલાશી લેવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.એલસીબીની ટીમે ટ્રકમાંથી કુલ ૩૪૩૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત ₹૧૩.૯૧ લાખ આંકવામાં આવી છે.










