નારગોલ ગામે લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલી કેનાલમાં
તિરાડો પડતાં સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. ખેડૂતોને કેનાલનું પાણી પહોંચાડવાના દાવા વચ્ચે સમારકામ બાદ જ કેનાલમાં તિરાડો

નારગોલ ગામે લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલી કેનાલમાં
તિરાડો પડતાં સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. ખેડૂતોને કેનાલનું પાણી પહોંચાડવાના દાવા વચ્ચે સમારકામ બાદ જ કેનાલમાં તિરાડો
દેખાતા ખર્ચાયેલી રકમ પાણીમાં વહી ગયાની ચર્ચા ગામમાં જોર પકડી રહી છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા નિર્માણ પામેલી
આ કેનાલનું પાણી આજદિન સુધી ખેડૂતોને મળ્યું નથી. કેનાલના વિવિધ સ્થળોએ ભંગાણ સર્જાતા નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન ભંડારી
દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગે
લાખો રૂપિયાના ખર્ચે કેનાલના સમારકામની કામગીરી હાથ ધરી હતી. નવીનીકરણના થોડા જ સમયમાં કેનાલમાં અનેક સ્થળોએ તિરાડો પડી જતાં કામની ગુણવત્તા
અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ખેડૂતોમાં એવી લાગણી વ્યાપી છે કે, લાખો રૂપિયાનો ખર્ચ છતાં समस्याનો ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર મામલે સરપંચ સ્વીટીબેન ભંડારીએ કેનાલના કામમાં થયેલી નબળી કામગીરીની તપાસ
કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો