દક્ષિણ ગુજરાતના જંગલોમાં કિંમતી વન સંપદાની ચોરી કરતા માફિયાઓ સામે વલસાડ વન વિભાગે લાલ આંખ કરી છે. વલસાડ ઉત્તર વન વિભાગની ટીમે એક દિલધડક ઓપરેશન પાર પાડીને 23 જેટલા વન ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે દબોચી લીધો છે. નામદાર કોર્ટે આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખી તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે.
ખેરના લાકડા ભરેલો ટ્રક જપ્ત
મુખ્ય વન સંરક્ષક ડૉ. બી. સુચિન્તા અને નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ખેરના લાકડાની મોટી હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી ટ્રક નંબર GJ-15 AX-0644 ને આંતર્યો હતો. ટ્રકની તલાશી લેતા વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે કાપેલા અને ઘડતર કરેલા ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો










