પારડીના ઉમરસાડી ખાતે 11 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય નાની માછીવાડ સી સોર વૉક વે બ્રિજનું મંત્રી કનુભાઈ દેસાઈ તથા લોકસભા દંડક અને સાંસદ ધવલ પટેલ, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉમરસાડીમાં આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બીજા તબક્કા હેઠળ અન્ય સુવિધાઓ વિકસાવાશે

બ્રિજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો

છેલ્લા એક મહિનાથી આ બ્રિજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. સોશિયલ મીડિયા પર તેની સુંદરતા અને વિશિષ્ટ ડિઝાઇનના વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. આ બ્રિજ માત્ર પ્રવાસનને જ પ્રોત્સાહન આપતો નથી, પરંતુ સ્થાનિક વેપાર-ધંધા માટે પણ નવી તકો ઊભી કરી રહ્યો છે, જેના કારણે વિસ્તારના આર્થિક વિકાસને વધુ ગતિ મળશે.

12 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો

આ બ્રિજની ખાસિયતો જોઈએ તો તે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળાઈ ધરાવે છે. દેસાઈવાડથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે વચ્ચે આવતી ખાડીને ઓળંગવા લોકોને આ વોક વે બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થશે. આ બ્રિજ અને રસ્તાની પહોળાઈ પાછળ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ જવી જ પ્રતિકૃતિ ધરાવતા આ બ્રિજની લોકપ્રિયતા પણ વધશે.


આ પણ વાંચોઃ Kutch: ગુજરાત વન વિભાગની ઐતિહાસિક સિદ્ધિ, અબડાસામાં જન્મેલા ઘોરાડના બચ્ચાએ વન્યજીવ પ્રેમીઓમાં જગાવી નવી આશા