વલસાડ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સતર્ક બન્યું છે. આ ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે શહેરના વ્યસ્ત ગણાતા ધોબીતળાવ વિસ્તારમાં આકસ્મિક દરોડો પાડીને એક યુવકને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
યુવકને ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો
SOGની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોગરાવાડીનો એક યુવક ગાંજાના જથ્થા સાથે કોઈની રાહ જોઈ રહ્યો છે. બાતમી મુજબ, ધોબીતળાવમાં આવેલા પ્રાગજી ટાવર સામેના બાપા સીતારામ મંદિર પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળો શખ્સ ત્યાં આવતા જ પોલીસે તેને કોર્ડન કરી લીધો હતો.










