વલસાડ જિલ્લાના રોલા ગામ ખાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા થોડીવાર માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ બંને કારચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
મુખ્ય માર્ગ પર બે કાર અથડાઈ
પ્રાપ્ત માહિતી મુજબ, રોલા ગામના મુખ્ય માર્ગ પર બે કાર અથડાઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ બંને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.













