વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા માર્ચ-2026માં લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ-કપરાડા કોલેજમાં તૃતીય વર્ષ બી.એ. (અંગ્રેજી મુખ્ય વિષય)ની વિદ્યાર્થિની પૂનમ રાજપુરોહિતે સમગ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. કોલેજનું નામ ગૌરવભેર રોશન કરનાર પૂનમની કોલેજ ખાતે સ્ટુડન્ટ ઓફ ધી ઇયર-2025-26 તરીકે પણ પસંદગી કરવામાં આવી છે.

આજ કોલેજની પૂનમ રાજપુરોહિતે માઇનર સંસ્કૃત વિષયમાં 44.00/50.00 ગુણ મેળવીને સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એ જ રીતે આ જ કોલેજની અન્ય તેજસ્વી વિદ્યાર્થીની કુ. અવતાર અનિતાએ માઈનર સોશિયોલોજી વિષયમાં 44.00/50.00 ગુણ સાથે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.