વલસાડ સિટી ટ્રાફ્કિ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત અને ભારે ઘોંઘાટ ફેલાવતા બુલેટ ચાલકો સામે લાલ આંખ કરી છે. પોલીસે 10 બુલેટ કબ્જે કરી બુલેટચાલકોને આર. ટી. ઓ. મેમો ફ્ટકાર્યા છે.
વલસાડ શહેર સહિત વલસાડ પંથકમાં આર. ટી. ઓ. વિભાગ ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરી બુલેટચાલકો બુલેટમાં પ્રતિબંધિત અને ફેન્સી ઘોંઘાટિયા અને ભારે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફેન્સી સાયલેન્સર ધરાવતા બુલેટ ચાલકો સામે એક ઝુંબેશ શરૂ કરી છે. સિટી પોલીસના ટ્રાફ્કિ વિભાગે બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફેન્સી સાયલેન્સર ફીટ કરી બુલેટને રેસ કરી સાયલેન્સરમાંથી ફ્ટાકડા જેવો ઘોંઘાટિયો અવાજ કાઢતી 10 બુલેટ કબ્જે લીધી છે. પોલીસે કબ્જે લીધેલી તમામ બુલેટમાંથી ફેન્સી સાયલેન્સર કાઢી લીધા બાદ તમામ બુલેટચાલકોને આર. ટી. ઓ.નો મેમો ફ્ટકાર્યો છે. સિટી પોલીસની કાર્યવાહીને પગલે વાહનોમાં ફેન્સી અને પ્રતિબંધિત સાયલેન્સર ફીટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇકચાલકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો છે. સિટી પોલીસ દ્વારા ફેન્સી સાયલેન્સર ધરાવતા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું સિટી પી. આઈ. એચ. આર. વાળાએ જણાવ્યું છે.
