વલસાડના પૂર અસરગ્રસ્ત પૈકીના છીપવાડ
વિસ્તારના અનેક અસરગ્રસ્ત લોકોને સરકારના ધારા ધોરણો મુજબ સહાય નહિ ચૂકવાતા અસરગ્રસ્તોમાં
ભારે રોષ ફેલાયો છે. સહાયથી વંચિત અસરગ્રસ્તોએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. વલસાડમાં ગત તા.23મી સપ્ટેમ્બર 2026ના રોજ પૂર આવતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો પ્રકોપ
ફેલાયો હતો. રાજ્ય સરકાર દ્વારા
પૂર અસરગ્રસ્તોને સરકારી ધારા ધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના છીપવાડ સહકારી સંઘ વિસ્તારમાં આશરે 30 થી 40 ટકા
જેટલા પૂર અસરગ્રસ્ત લોકોને સહાય નહિ મળતા, સહાયથી વંચિત સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સહાયથી વંચિત પૂર અસરગ્રસ્ત રહીશોએ વલસાડ તાલુકાના સિટી વિસ્તારના નાયબ મામલતદારને
સહાય ચૂકવવા લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતુ કે, રહીશો સહાય મેળવવા માટે કચેરીએ આંટાફેરા મારી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સહાયથી વંચિત રહીશોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી
કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
