વલસાડ જિલ્લાના નાનાપોઢા વિસ્તારમાં આવેલા કોલક નદીના બ્રિજ ની હાલત ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. આ બ્રિજ પર ભારે વાહનોના ઉપયોગને લઇ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ વાહનચાલકો દ્વારા આ નિયમોનું બિન્ધાસ્ત ઉલંઘન થઈ રહ્યું છે.
સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ
સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો દર્શાવે છે કે રાત્રિના સમય દરમિયાન ભારે વાહનોનું આવન-જાવન ચાલી રહ્યું છે, જે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાવી રહ્યો છે.
રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા
દિવસે, બ્રિજના બંને બાજુ પોલીસ બેરેક અને બંદોબસ્તને કારણે વાહનો પસાર નથી થતા, પરંતુ રાત્રે ભારે વાહનો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના થવાની શક્યતા રહે છે.
જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજની હાલત એટલી ખતરનાક બની ગઈ છે કે, જર્જરીત બ્રિજ પરથી કોઈ પણ સમયે ભારે વાહનોના પસાર થવાથી મોટી હોનારત થઈ શકે છે. વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને બ્રિજની મરામત શરૂ કરવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો---- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા