વાંસદા-ડાંગ : પૂજ્ય સંત જલારામ બાપાની 227મી જન્મજયંતી પ્રસંગે જલારામ બાપાના મંદિરે આગોતરા મિટિંગ રાખવામાં આવી હતી. મિટિંગમાં જલારામ બાપાની જન્મજયંતી તા. 16-11-2026ના રોજ ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના પ્રમુખ નટુકાકા, મંત્રી ભૂપેનકાકા મંદિરના ટ્રસ્ટીઓ, સરપંચ ગુલાબભાઈ, મુકુંદભાઈ, વિરલભાઈ, રાકેશભાઈ, પ્રદ્યુમન, મુકેશ, ભરત તેમજ નગર શ્રોષ્ઠી હાજર રહ્યા હતાં. તમામે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન નોંધાવી પૂજ્ય બાપાની જન્મજયંતી ધામધૂમથી ઉજવાય એવું આયોજન કર્યું હતું. અંતે તમામ દાતા તથા પધારેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી જલારામ જયંતીમાં હાજર રહેવા જણાવાયું હતું. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો