ઉમરગામ : ઉમરગામમાં રાજ્ય સેવક (સરકારી અધિકારી) તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી બળજબરીથી 37000 ખંખેરનાર એક ભેજાબાજને ઉમરગામ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.

ફરીયાદી શૈલેન્દ્ર કમલેશપ્રસાદ ઉત્તમની નાસ્તાની દુકાન પર એક અજાણ્યો ઈસમ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ 'ફૂડ ઈન્સ્પેક્ટર' તરીકે આપી હતી અને વેપારીને ડરાવી-ધમકાવી બળજબરીપૂર્વક રૂ. 37,000 કઢાવી લીધા હતા. આ અંગે દુકાનદાર એ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ જિલ્લામાં મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ઉમરગામ પોલીસની ટીમે તપાસ ધરી હતી. તે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસ ની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઈર્શાદ મુસ્તફ ખાન (ઉં.વ. 36, રહે. સનરાઈઝ રેસીડેન્સી, સંજાણ) ને ઝડપી પાડી રૂ 10,170 રોકડા કબજે કરી ઉમરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.