ભીલાડમાં પર્યુષણ પર્વની ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પ્રભુજીના દ્વાર ખોલવાનો પાવન લાભ પદ્માવતી અમૃતલાલજી કિતાવત પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તપસ્વીઓ સાથે ભગવાનની પાલખીયાત્રા તથા તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી.પાલખીયાત્રામાં જૈન સમાજના મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. ગુરુમહારાજના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યાત્રા દરમિયાન જૈનં જયતિ શાસન તથા ત્રિશલા નંદન વીરની, જય બોલો મહાવીરની જેવા જયઘોષથી ભીલાડ નગર ગુંજી ઉઠયું હતું. શ્રાદ્ધાળુઓએ ભગવાનની પાલખીયાત્રામાં ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે તમામ તપસ્વીઓની સુખ-શાતા પૂછી તેમની તપસ્યાની અનુમોદના કરવામાં આવી હતી.
