વલસાડના સુપ્રસિદ્ધ તિથલ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પરંપરાગત હાટડી ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પરિસરમાં અને મંદિરમાં નીલકંઠવર્ણી મહારાજની પ્રતિમા પાસે તેમજ મુખ્ય સ્ટેજ પર એમ કુલ ત્રણ સ્થળોએ હાટડીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં સંતો અને હરિભક્તોએ વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની હાટડીઓ સજાવી, ભગવાનના ચરણોમાં અર્પણ કર્યાં હતાં. ઉત્સવ પૂર્ણ થયા બાદ શાકભાજી દર્શનાર્થે આવેલા શ્રાદ્ધાળુઓ અને હરિભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યા હતા. ઉત્સવને લઈને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠયું હતું.
