ધરમપુર તાલુકામાં દેમાર વરસાદના પગલે ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે. જેને પગલે માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત થયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ધરમપુરના જકાતનાકા પાસેથી વલસાડ તરફ જતા રસ્તા નજીકના નાળા પાસે પડેલા મસમોટા ખાડા બાબતે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે બાદ હરકતમાં આવેલા રાજ્ય માર્ગ પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ કરાયું હતું. જેના પગલે વાહનચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.