ઉમરગામ : શનિવારે ઉમરગામ એમ. કે. મેહતા કેમ્પસ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એમ. કે. મેહતા ઈંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલ ડૉ. જેકબ વી. જ્હોન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેમ્પસના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો ગવાયા હતા અને નૃત્ય તથા વક્તવ્ય સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ મેહતા તેમજ બીનાબેન મેહતા સહિત વિવિધ વિભાગોના પ્રિન્સિપાલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફ્ળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો