વલસાડ : ઘડોઈ, ગોરવાડા સહિત નજીકનાં ગામોમાં દીપડીના સતત આંટાફેરાને લઈને વિવિધ ગામોના પશુપાલકો સહિતના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ઘડોઈ અને ગોરવાડા ગામ વચ્ચે દીપડીની સતત હાજરી બાબતે વલસાડ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડીને ઝબ્બે કરવા બંને ગામોની સીમ વચ્ચે ઝવેરભાઈ આહીરની માલિકીની વાડીમાં મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન મંગળવારે સાંજે દીપડી પાંજરે પુરાતા રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ છે. દીપડી 1થી દોઢ વર્ષની છે. દીપડીની પશુ ચિકિત્સક પાસે તપાસ કરાવ્યા બાદ સલામત રીતે મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો