દમણમાં રાજકોટથી આવેલા મિત્રો દારૂ-બિયર અને સિગારેટની મજા માણતા હતા અને બીજી તરફ સિગારેટના તણખાથી આગ લાગી હતી અને બાથરૂમમાં ગૂંગળામણથી એક મિત્રનું મોત થયું હતુ, આ સમગ્ર ઘટનામાં કચીગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને અન્ય મિત્રોની પણ પૂછપરછ કરી છે
બાથરુમમાં શાવર ચાલુ કરતા ગૂંગળામણ થઇ હતી
રાજકોટથી દમણ મોજ મસ્તી માટે આવેલા ચાર મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ છે અને દમણના ડાભેલમાં આવેલ પ્રિન્સ ગાર્ડન નામની હોટલમાં આ દુર્ઘટના બની હતી, હોટેલના બીજા માળે મિત્રો દારૂ બિયર અને સિગારેટ ફૂંકવાની મજા માણી રહ્યા હતા અને રૂમમાં સળગેલી સિગારેટના તણખાથી આગ લાગતા પીધેલી અવસ્થામાં વિનય વિરમગામિયા બાથરૂમમાં જઈ પાણીનો સાવર ચાલુ કરતા જીવ ગયો હતો, જો કે અન્ય મિત્રો નીચે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા.
