ઉમરગામ તાલુકાના દેહરી ગામમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય રમણ પાટકરે મુલાકાત લઈ દરિયાઈ ધોવાણ, તૂટી ગયેલા રોડ, સ્મશાનગૃહ અને ક્રિકેટ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્યે પીડબ્લ્યુડી વિભાગને તૂટી ગયેલા રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઉપરાંત જવાહર વાડીથી ઝાઈ બોર્ડર સુધીની બાકી રહેલી પ્રોટેક્શન વોલ માટે મંજૂર થયેલા રૂ. 15 કરોડના કામનું ટેન્ડર 15 ઓગસ્ટ સુધી પૂર્ણ કરી ઝડપથી કામગીરી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સ્મશાનગૃહ માટે તાલુકા પંચાયતમાંથી રૂ. 7 લાખ ફાળવવાની પણ સૂચના આપવામાં આવી હતી.
