ચલાની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ગણેશ

મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના

76મા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આ સાથે ધાર્મિક આસ્થા સાથે સંસ્કૃતિ, સંસ્કાર, સામાજિક જાગૃતિ, સ્વાસ્થ્ય અને સોસાયટીની એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર

મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી

કનુ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે કેક કટિંગ કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નિલેશભાઈ ગબાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર સંગઠનના પ્રમુખ મનીષ દેસાઈ, સોસાયટી કમિટીના સભ્યો તથા રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર

મોદીના જન્મદિવસ નિમિત્તે ઓમ શાંતિ મંડળ દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે વિશેષ

માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વસ્થ વ્યક્તિ સુખી પરિવારસ્વસ્થ સમાજનો સંદેશ આપી શારીરિક સ્વાસ્થ્ય સાથે

માનસિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ગણેશોત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત રાખવાને બદલે વ્યસનમુક્તિનો સામાજિક

સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો