વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવનિયુક્ત વંદના મીણાએ બુધવારે તેમનો અખત્યાર વિધિવત રીતે સંભાળી લીધો છે. નવા ડી.ડી.ઓ.એ ચાર્જ સંભાળ્યા બાદ નવા જિલ્લા પંચાયત ભવનનું નિરીક્ષણ અને અધિકારીઓ પાસે કામગીરીની માહિતી મેળવી હતી. તત્કાલીન ડી.ડી.ઓ. પણ તેમની સાથે જોડાયા હતા. નવા ડી.ડી.ઓ. વંદના મીણા ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર 2022 બેચ અધિકારી અને રાજસ્થાનના વતની છે. તેમણે બી.એસસી. (મેથેમેટિક્સ ઓનર્સ)નો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ મદદનીશ કલેક્ટર તરીકે મોડાસા, મદદનીશ કલેક્ટર કેશોદ, જૂનાગઢ અને ઓક્ટોબર-26થી પ્રાયોજના વહીવટદાર તરીકે મહીસાગર ખાતે તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
