વલસાડના ધમડાચી ગામે ગત મોડી સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ટ્રક સાથે ટકરાઈ ભયાનક રૂપે નીચે ખાડામાં પડી હતી. ડિવાઇડર કુદીને આવેલા કન્ટેનરે કાર ચાલકને અડફેટ કરતાં અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર એક મહિલાનું મોત થયું
આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેની પુત્રી અને પિતા ગંભીર ઈજાઓ થઇ હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.













