દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો છે જેમાંથી એક કિશોરનું મોત થઈ ગયું છે. બાકીના બે કિશોરની શોધખોળ ચાલુ છે.
રેસ્ક્યુ ઓપરેશન શરૂ
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દમણ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.













