દાદરા નગર હવેલીના સિલી ગામના હરદુનપાડા વિસ્તારમાં પુલના નિર્માણ કાર્યને કારણે સ્થાનિક ગ્રામજનો અત્યંત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યાં પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યાંથી વૈકિલ્પક રૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. તેથી ગ્રામજનોમાં રોષ અને ચિસ્તાની લાગણી વ્યાપી છે.


દાદરા નગર હવેલીના સિલી ગામના હરદુનપાડા વિસ્તારમાં પુલની કામગીરીને કારણે ગામનો મુખ્ય રસ્તો બંધ થતા દૈનિક અવરજવર માટે ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ શાળાએ જતા નાના બાળકો, બીમાર દર્દીઓ, ખેડૂતો અને મજૂર વર્ગના લોકો માટે દૈનિક મુસાફરી દુષ્કર બની ગઈ છે. ઇમરજન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ કે અન્ય તાત્કાલિક સેવાઓ માટે અવરોધ ઊભો થયો છે. બાજુમાંથી વૈકલ્પિક રીતે ડાયવર્ઝ આપવાની માગણી સાથે સિલી હરદુનપાડાના જાગૃત યુવાઓ પ્રભુ સાપટા, અર્જુન પારધી, વિશાલ ધાંગડા, વિકી પટેલ સહિત ગ્રામજનોએ કલેક્ટર પ્રિયંક કિશોરને લેખિત રજૂઆત કરી છે. જેમાં પુલ નિર્માણ કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જનસુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તુરંત જ એક સુરક્ષિત વૈકલ્પિક ડાયવર્ઝન (રસ્તો) તૈયાર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જો વૈકલ્પિક રસ્તો મળે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને ગ્રામજનો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ રીતે કરી શકે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: