વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવે દ્વારા ટ્રાફિક પોલીસ સ્ટેશનની વિઝિટ લઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ તથા હોમગાર્ડના સભ્યોનો રોલકોલ લેવામાં આવ્યો હતો. અને રોલકોલમાં ટ્રાફિક ફરજના માણસોને પોઈન્ટ ઉપર સમયસર હાજર રહી, સુચારુ રૂપે ટ્રાફિક નિયમન કરવા તેમજ આડેધડ પાર્કિંગ, રોન્ગ સાઈડ, અતિ ઝડપ, નંબર પ્લેટ વગર, 3 સવારી, ધૂમ સ્ટાઈલ વાહન ચલાવતા વાહનચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક જંકશનો ઉપર સરળ ટ્રાફિક નિયમન માટે જરૂરી ડાયવર્ઝન, નો પાર્કિંગ તેમજ સ્પીડના સાઈનબોર્ડ, સિગ્નલ, બેરિકેડિંગ, ઝેબ્રા ક્રોસિંગ, ફૂટ ઓવર બ્રિજ, બેરિકેડિંગ, વન વે, જેવા વિકલ્પોની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકા, વાપી નોટિફાઇડ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી સાથે સંકલન કરી વધુમાં વધુ પ્રયત્નો કરવા પીઆઇ કાનાણીને સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ મથકના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના તેમજ હોમગાર્ડના સભ્યોને ટ્રાફિક નિયમન સુચારુ રૂપે થાય તે સારું જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: