આર. કે. દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ, વાપીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે 'શિક્ષક દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા થયા બાદ કોલેજ કેમ્પસના સર્વ આચાર્યોએ શિક્ષક દિવસ નિમિત્તે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવ્યા હતા. ત્યારબાદ 'શિક્ષકનું મહત્ત્વ' દર્શાવતું સુંદર નાટક, ગુરુનું મહાત્મ્ય દર્શાવતું સ્વાગત ગીત, વક્તવ્ય વગેરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા.
અધ્યાપકો માટે પણ શિક્ષકની છાપ ઊભી કરે એવી જ્ઞાન સાથે ગમ્મત ધરાવતી વિવિધ રમતોનું વિદ્યાર્થીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દરેક અધ્યાપકોને ભેટ આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે તમામ પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ પોતાના આશીર્વચનો તથા અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન આર. કે. દેસાઈ પરિવારની સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રો. અભિષેક પટેલ અને પ્રો. નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
