રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રવિવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સીઈટીપી પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એસોસિએશનના સભ્યો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, ઔદ્યોગિક રીતે વાપી અને ઉમરગામ વિકસિત થયું તેમાં ઉદ્યોગપતિઓનો મોટો ફાળો છે. ઉદ્યોગકારોના જે પણ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવી ટકાઉ વિકાસ સાથે આગળ વધીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, ઇઝ ઓફ્ ડૂઈંગ બિઝનેસ એટલે કે, ધંધો-ઉદ્યોગ શરૂ કરવો અને ચલાવવો સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ઘણા સુધારા કર્યા છે.અર્જુનભાઈએ ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃત થઈને ઉદ્યોગપતિઓને સોલાર રેવોલ્યુશનમાં આગળ આવવા હાકલ કરી હતી. મંત્રી કનુભાઈએ વાપીની આધુનિક સાધનોથી સજ્જ એ.સી. સ્મશાનભૂમિની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત વેળા વાપી વી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા, વાપી વી.આઈ.એ. એડવાઇઝરી કમિટીના મેમ્બર યોગેશભાઈ કાબરીયા, નોટિફઈડ ચેરમેન મગનભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો