18

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈની સવિશેષ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે આવેલા અટલ બ્રિજ સમુદ્ર કાંઠે 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શ્રમજનો ઉત્સાહભેર સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે. બાપુ સ્વચ્છ ભારતના આગ્રહી હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ લાલ કિલ્લા પરથી પૂ. બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવા અભિયાન હાથ ધર્યુ છે. ત્યારે સ્વચ્છતા રાખવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સફાઈ અભિયાન દરમિયાન ઉપસ્થિત સૌએ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા તેમજ નિયમિત સફાઈ અભિયાનમાં જોડાવાનો સંકલ્પ લીધો હતો.

સફાઈ અભિયાનમાં પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરી પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ, તાલુકા સંગઠનના માજી પ્રમુખ મહેશ દેસાઈ, વિવિધ ગામના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજનાવિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંગઠનો અને શ્રમજનો ઉત્સાહભેર જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો