વાપી : નાની તંબાડી ગામની પ્રાથમિક શાળામાં નવનિર્મિત 'એકલવ્ય હોલ'નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. 15 લાખના ખર્ચે તૈયાર થયેલા આ હોલમાં એકસાથે 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હોલનો ઉપયોગ શાળાની પ્રવૃત્તિઓ ઉપરાંત ગામના સામાજિક, શૈક્ષણિક અને સામૂહિક કાર્યક્રમો માટે પણ થઈ શકશે. ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંત પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામજનો, આગેવાનો અને સેવાભાવી દાતાઓના સહિયારા યોગદાનથી આ હોલનું નિર્માણ શક્ય બન્યું છે. હોલના નિર્માણમાં અજય જયંતીલાલ શાહ, નવીન માહ્યવંશી, નિલેશ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ, વિજય પ્રજાપતિ અને વિપુલ પ્રજાપતિનો આર્થિક અને સેવાકીય સહયોગ રહ્યો હતો. આ ઉપરાંત સરપંચ ચંદ્રસિંહ પટેલ, પંચાયત સભ્ય કિરણ પટેલ, ધીરુ માહ્યવંશી, શંકર પટેલ, ગણેશ પટેલ, ભારતીબેન હરીશભાઈ પટેલ અને હસુબેન સતિષ પટેલે પણ સહયોગ આપ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે હોલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
