વાપી : તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત વાપી તથા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોના પરિવારોને મદદરૂપ થવા માટે ગુરુ નાનક દરબાર, વાપી (પંજાબી સમાજ, વાપી-દમણ-સિલવાસા) દ્વારા માનવસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ લંગર સેવાની શરૂઆત કરવામાં આવી છે. ગુરુ નાનક દરબારના સેવાદારો સતત ભોજન તૈયાર કરી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનું વિતરણ કરી રહ્યા છે, આ પ્રસંગે ગુરુ નાનક દરબારના સંચાલકોએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયે સમાજની દરેક વ્યક્તિએ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવું એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે આ માનવસેવાના અભિયાનમાં સહયોગ આપનાર તમામ સેવાદારો, દાતાઓ અને સમાજના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુરુ નાનક દરબારેજણાવ્યું હતું કે જરૂરિયાત રહેશે ત્યાં સુધી રાહત અને લંગર સેવા સતત ચાલુ રાખવામાં આવશે.
