દમણમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે માર્ગ વ્યવસ્થાને ગંભીર અસર પહોંચી છે. દમણના પાતલિયા ચેક પોસ્ટ નજીકનો મુખ્ય માર્ગ બંને બાજુથી ભારે ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બાજુની જમીન વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં ધોવાઈ જતાં માર્ગનો મોટો ભાગ નબળો પડી ગયો છે.
પાતલિયા ચેક પોસ્ટનો આ માર્ગ મહત્વનો ગણાય છે. જો કે, આ માર્ગને નુકસાન થતાં સ્થાનિકો, કર્મચારીઓ તેમજ વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
