વાપીઃ વાપીના સાહસિક પર્વતારોહક કાંતિભાઈ પટેલે રશિયામાં યુરોપ ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ એલબ્રુસ પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવી સિદ્ધિ હાંસલ કરી છે. કાંતિભાઈ પટેલે તા. 13 ઓગસ્ટ 2026ના રોજ સમુદ્ર સપાટીથી 5,642 મીટર એટલે કે 18,510 ફૂટ ઊંચાઈ ધરાવતા માઉન્ટ એલબ્રુસનું સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. માઉન્ટ એલબ્રુસ રશિયાનું તેમજ યુરોપ ખંડનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વના સેવન સમિટ્સ પૈકીનું એક છે. કાંતિભાઈ પટેલની સેવન સમિટ્સ અભિયાનમાં આ બીજી મોટી સફળતા છે. આ અગાઉ તેમણે તા. 15 ઓગસ્ટ 2024ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિ માંજરોનું સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. કિલિ માંજરો વિશ્વનું એક અલગ ઊભું રહેલું સૌથી ઊંચું પર્વત હોવાનું પણ જણાવાયું છે. ચઢાણ દરમિયાન તાપમાન આશરે -10 ડિષ્રી સેલ્સિયસ સુધી ઘટી ષયું હતું, જ્યારે ભારે પવનને કારણે વિન્ડચિલ સાથે ઠંડીનો અનુભવ આશરે -35 ડિષ્રી સેલ્સિયસ જેટલો થયો હતો.
