વાપી : વાપીમાં કે.આર.દેસાઈ કોલેજ ઓફ પીટીસીનું પ્રથમ વર્ષ ડી.એલ. એડ.નું 100% પરિણામ આવ્યું છે. જાહેર થયેલા પરિણામમાં પટેલ વિરેશ્વરીએ 85.67% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. કટારીયા કિંજલ અને ગાંવિત નેહલે 85.22% સાથે સંયુક્ત રીતે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે પટેલ સિદ્ધિએ 83.28% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ પી.ટી.સી કોલેજના આચાર્ય સરોજબેન પટેલ તથા પ્રાધ્યાપક કુંજલ ટંડેલના સતત માર્ગદર્શનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો