વાપી : દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત મસાટ બોરટીયા ફળિયા સરકારી પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ યોજાઈ હતી. બેઠક દરમિયાન સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર વાલીઓ, શિક્ષકો અને લોકપ્રતિનિધિઓની ભાગીદારીથી શાળા વ્યવસ્થાપન સમિતિની નવી રચના કરવામાં આવી હતી. બેઠકમાં અધ્યક્ષ તરીકે અશ્વિન એચ. પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વસંમતિથી વિકિતા રજનેશ પટેલને એસએમસીના પ્રમુખ, સંજય રમણ પટેલ આંધેરને ઉપપ્રમુખ તેમજ શાળાના મુખ્ય શિક્ષક રણજીત પટેલને સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ તરીકે મહિલાની પસંદગી થતાં વાલીઓ અને ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. નવી માર્ષદર્શિકા મુજબ રચાયેલી એસએમસીમાં 75 ટકા સભ્યો વાળા પ્રતિનિધિઓમાંથી અને 50 ટકા સભ્યો મહિલાઓમાંથી હોવા જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો