વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે 180 પારડી વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વાપી અને આસપાસના વિસ્તારોમાં થયેલા વિકાસકાર્યોની વિગતો રજૂ કરાઈ હતી. સાથે જ આગામી સમયમાં વિકાસનાં બાકી કામો પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જોડાયા હતા. તેમણે પાછલા વર્ષોમાં થયેલા વિકાસના કાર્યોની ગતિ અને તેના દ્વારા થયેલા દેશમાં પરિવર્તન અને મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કાર્યકર્તાઓને મહેનત અને કરમઠ બનવા સંદેશ આપ્યો હતો તેમણે કાર્યકર્તાઓને મહેનત અને કર્મઠ બનવા સંદેશ આપ્યો હતો. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી આપતાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલાં 11 નવાં ગામોના સર્વાંગી વિકાસ માટે ખાસ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગામોમાં રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી પાકી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાપીની મહત્વપૂર્ણ જે-ટાઈપ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે અને આગામી 15 ડિસેમ્બર સુધીમાં બ્રિજ શરૂ કરવાનો લક્ષ્યાંક છે. બીજી તરફ્, વાપીમાં આગામી 10 વર્ષ સુધી વસ્તીમાં વધારો થાય તો પણ પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે અંદાજે રૂ.160 કરોડની મહત્વપૂર્ણ પીવાના પાણીની યોજના મંજૂર કરવામાં આવી છે. વાપી શહેરની સૌથી જટિલ બની રહેલી ટ્રાફ્કિ સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ આયોજન હાથ ધરાશે. નવા જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી વિકાસકાર્યોને વેગ આપવામાં આવશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો