દમણના મુખ્ય માર્ગ, ખાસ કરીને તીન બત્તીથી ચાર રસ્તા થઈને જેટી સુધીનો રસ્તો અત્યંત ખખડધજ થઈ ચુક્યો છે. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાય રહે છે. આથી રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે ગંભીર જોખમ બની ગયું છે. હાલમાં ગણેશોત્સવનો પાવન પર્વ ચાલી રહ્યો છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તીન બત્તીથી જેટી રોડ સુધીના આ મુખ્ય માર્ગનું વહેલામાં વહેલી તકે પુનર્નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
