કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ નજીક આવેલા રખોલી પુલ પરથી બે સગીરાએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. આ કરુણ ઘટનામાં એક સગીરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે અન્ય એક સગીરા ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે નમો મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, દપાડા વિસ્તારની રહીશ 17 વર્ષીય અને 15 વર્ષીય બે સગીરાઓએ બુધવારે અગમ્ય કારણોસર રખોલી પુલ પરથી દમણગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. નદીના પથ્થરવાળા તળિયા પર પછડાવાને કારણે બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી 17 વર્ષીય સગીરાનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
