વાપી : પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવતું 'કરવા ચોથ'નું વર્ત અને પર્વની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં થઈ હતી. વાપી વિસ્તારમાં બ્રહ્મ મુહૂર્તમાં 'સરગી' ગ્રહણ કર્યા બાદ મહિલાઓએ દિવસભર નિર્જળા (અન્ન-જળ વિનાનું) વ્રત રાખીને સાંજે શિવ પરિવાર તેમજ ચોથ માતાની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. મહિલાઓએ હાથમાં સુંદર મહેંદી મુકાવીને સોળ શણગાર સજ્યા હતા. પૂજા માટે ખાસ માટીના કર્વા, છાણી, શણગારેલી થાળીઓ, પૂજાપો અને મીઠાઈઓની ખરીદીમાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો