બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ વધી રહી છે. તાજેતરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સાયબર ગુનેગારો સ્થાનિક લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે. આ પ્રકારના ખાતાઓને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ્સ' કહેવામાં આવે છે.


74 બેંક ખાતા દ્વારા ફ્રોડનું નેટવર્ક

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 74 બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કરવામાં આવ્યો હતો. આ ખાતાધારકો અજાણતા અથવા કમિશનની લાલચમાં પોતાના ખાતા ગુનેગારોને વાપરવા આપતા હોય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 5 કેસોમાં ATMનો ઉપયોગ: ગુનેગારોએ છેતરપિંડીના નાણાં ઉપાડવા માટે એટીએમ કાર્ડનો સીધો ઉપયોગ કર્યો હતો.અન્ય 5 ખાતાઓમાં ચેક દ્વારા મોટા પાયે નાણાકીય લેવડ-દેવડ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

સાયબર ક્રાઈમની આ જાળને તોડવા માટે થરાદ અને વાવ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ મામલે કડક કાર્યવાહી કરતા વાવ પોલીસ મથકે કુલ બે ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં તપાસ દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. થરાદ પોલીસ મથકે પણ સાયબર ફ્રોડનો ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 





  • Follow us on: