બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ શહેર જિલ્લાનું વડું મથક બન્યા બાદ શહેરી વિસ્તારમાં અવર-જવર અને ટ્રાફિકને અડચણરૂપ બનતા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે.


શાક માર્કેટ અને મુખ્ય માર્ગ પર કાર્યવાહી

થરાદ નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં મુખ્યત્વે શાક માર્કેટ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો. ચાર રસ્તાથી લઈને શીત કેન્દ્ર સુધીના મુખ્ય માર્ગ પર થયેલા નાના-મોટા તમામ દબાણો. ને જેસીબી અને અન્ય સાધનોની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી.

 થરાદમાં ગેરકાયદે દબાણ દૂર કરાયા

નગરપાલિકાએ અડચણરૂપ બનતા તમામ લારી-ગલ્લા અને અન્ય પતરાના બાંધકામોને હટાવીને માર્ગને ખુલ્લો કરાવ્યો હતો. થરાદને વધુ વ્યવસ્થિત અને ટ્રાફિકમુક્ત બનાવવાના હેતુથી નગરપાલિકા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: