બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મોજરુ ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર અને તેની ટોળકીએ હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે.
દારૂની રેડ દરમિયાન બુટલેગર ગેંગનો હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર પોલીસની ટીમ મોજરુ ગામમાં આવેલા એક પાર્લર પર ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અંગે રેડ કરવા ગઈ હતી. પોલીસ પહોંચતા જ દારૂનો ધંધો કરતા બુટલેગર અને તેના સાથીઓએ એકત્ર થઈને પોલીસ ટીમને ઘેરી લીધી હતી. આ ટોળકીએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને પોલીસકર્મીઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.










