સરહદી વિસ્તાર એવા ભાભર, સૂઇગામ, વાવ અને થરાદ એમ ચાર તાલુકા વિસ્તારમાં એક જ ભાભર રેલ્વે સ્ટેશન હતું. છેલ્લા 70 વર્ષથી ભાભર રેલ્વે સ્ટેશન હોવા છતાં લોકોને કોઈ લાભ મળ્યો નથી. એક ટ્રેન પાલનપુરથી ગાંધીધામ ઉભી રહે છે અને એક સપ્તાહમાં એક વખત ભુજ-બાન્દ્રાનું સ્ટોપેજ ભાભર છે. આ સિવાય લોકોને કોઈ લાભ મળતો નથી અને લાંબા રૂટની ટ્રેનો માટે અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે તેવી ફરીયાદો ઉઠી રહી હતી. 30 વર્ષ પહેલાં જેસલમેરથી ભાભર રેલ્વે લાઈન મંજૂર થઈ હતી પરંતુ કોઈ પણ કારણોસર આ નવી રેલ્વે લાઈન પ્રકિયાની કામગીરી અટકી પડી હતી. ત્યારે તાજેતરમાં જેસલમેર ભાભર 380 કિલોમીટર નવી રેલવે લાઇનને લીલીઝંડી મળી જતા લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે. અને તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 8 માસ પહેલા સર્વે માટે રેલ્વે તંત્રએ 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને અન્ય મહત્વની કામગીરી માટે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત ખર્ચ 5,000 કરોડ હોવાનું મનાય રહ્યું છે. ઈલેક્ટ્રોનિક નવી રેલ્વે લાઈનની પ્રક્રિયા ઝડપી પુરી કરવા માટે ડ્રોન દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. જેસલમેરથી ભાભર જોડતી રેલવે લાઈનમાં 31 રેલવે સ્ટેશન આવે છે. આ લાઈન ભાભર રેલવે સ્ટેશન સાથે જોડાતા ભાભર જંકશન બની શકે છે જેથી ભાભર સહિત સરહદી વિસ્તારના વિકાસ માટે નવા દ્વાર ખુલશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: