દિયોદર તાલુકાના લીલાધર ગામે માલિકીની જમીન પર ગ્રામ પંચાયતનું દબાણ થતા જમીનનો કબ્જો ના મળતા પરિવાર રોષે ભરાયો છે. છેલ્લા બે મહિનાથી પરિવારે ગ્રામ પંચાયત પર કબજો જમાવતા ખુદ તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. તંત્ર દ્વારા નોટિસ અપાતા પરિવારે જમીનનો કબ્જો લેવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી આપી છે.


દિયોદર તાલુકાના લીલાધર ગામે દેવીપૂજક સમાજના લોકોની પોતાની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે ગ્રામ પંચાયતનું દબાણ થઈ જતા દેવીપૂજક સમાજના પરિવારજનોએ પોતાની જમીનનો કબ્જો પરત આપવા સારું તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત કર્યા બાદ કોઈ નિવારણ નહીં આવતા બે મહિના અગાઉ આખરે પરિવારે ગ્રામ પંચાયત પર કબજો જમાવ્યો હતો. ગ્રામ પંચાયતે પંચાયતમાંથી કબજો ખાલી કરવા નોટિસ પાઠવતા પરિવારજનો રોષે ભરાયા હતા. જેમાં જ્યાં સુધી જમીનનો સંયુક્ત કબજો ન મળે ત્યાં સુધી પંચાયત ખાલી ન કરવા માટે પંચાયત બહાર દેખાવો કરી રજૂઆત કરી હતી. રોષે ભરાયેલ પરિવારજનોએ જણાવેલ કે સરકાર અમારી માલિકીની જમીનનો કબ્જો નહીં આપે તો અમો આગામી સમયમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું. જો જમીનના હક માટે લડવું પડે તો લડીશું, અમને ન્યાય નહીં મળે તો અમો મામલતદાર કચેરી ખાતે પણ ધરણા કરીશું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: